ભરૂચ : ફરસરામી દરજી સમાજ દ્વારા નિલકંઠ મહાદેવ મંદિરેથી નીકળી પરંપરાગત પાલખી યાત્રા...

સેવાશ્રમ રોડ પર આવેલ અતિપૌરાણીક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરેથી ફરસરામી દરજી સમાજ દ્વારા પરંપરાગત પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-08-27 09:19 GMT

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ અતિપૌરાણીક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરેથી ફરસરામી દરજી સમાજ દ્વારા પરંપરાગત પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળના કપરા 2 વર્ષ બાદ પુનઃ એક વાર ધાર્મિક ઉત્સવોની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ અતિપૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિરેથી પાલખી યાત્રા નીકળી હતી. આ પાલખી યાત્રા રિલાયન્સ મોલથી કલામંદિર જ્વેલર્સ થઇને નિલકંઠ નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોચી હતી, જ્યાં ભજન-સત્સંગ, ધૂન તેમજ આરતી કરી શ્રદ્ધાળુઓએ પરત નિલકંઠ મહાદેવ મંદિરે પહોચી પાલખી યાત્રાનું સમાપન કર્યું હતું. આ સાથે જ બપોર બાદ શ્રી નિલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફરસરામી દરજી સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News