ભરૂચ: આમોદના તળાવનો રૂ.૬.૫૯ કરોડના ખર્ચે વિકાસ કરાશે,સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ ભૂમિપૂજન

અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી

Update: 2023-11-25 13:49 GMT

ભરૂચના આમોદ ખાતે આવેલ તળાવને રૂ. ૬.૫૯ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે જેના કાર્યનું સાંસદ મનસુખ વસવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું ભરૂચના આમોદમાં આજરોજ ભરૂચ લોકસભા સાસંદ મનસુખભાઇ વસાવાના હસ્તે મોટા તળાવના ડેવલોપમેન્ટ માટે રૂપિયા ૬.૫૯ કરોડના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી હતી.જેથી આજ રોજ મોટા તળાવને વિકસાવવા માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબહેન પટેલ, ઉપપ્રમુખ જશુ રાઠોડ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,મહામંત્રી ભીખા લિંબચીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News