ભરૂચ: અંકલેશ્વરમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગારધામ ઝડપી પાડ્યુ, રૂ.3.10 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીઓની ધરપકડ

રૂ.3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, 9 જુગારીઓની ધરપકડ.

Update: 2023-07-31 09:38 GMT

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામની હદમાં આવેલ યોગી એસ્ટેટ-૨ સ્થિત ધેર્ય બીલ્ડીકોન ઓફિસમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને કુલ ૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની હદમાં આવેલ યોગી એસ્ટેટ-૨ સ્થિત ધેર્ય બીલ્ડીકોનની ઓફીસ ધરાવતા કલ્પેશ ભનુ વસાણી પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૬૫ હજાર અને સાત વાહનો તેમજ નવ મોબાઈલ ફોન મળી કુલ ૩.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર કલ્પેશ વસાણી, હસમુખ ચોવટિયા,ભરત અંભાણી,અશોક સાંગાણી, સતીશ, હિતેશ ઉંધાડ, તિક્ષિત વસાણી તેમજ અજય ગજેરા, કિશોર વસાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News