ભરૂચ : ખેડુતોની પડતર માંગણીઓ સંદર્ભમાં ભારતીય કિશાન સંઘે આપ્યું આવેદનપત્ર

ઔદ્યોગિક પ્રદુષણથી પાકને થયું છે ભારે નુકશાન, નુકશાનનું વળતર ચુકવવા સરકાર પાસે માંગણી.

Update: 2021-09-08 11:06 GMT

ભરૂચ જિલ્લામાં ખેડુતોની પડતર માંગણીઓના સંદર્ભમાં ભારતીય કિશાન સંઘે આવેદનપત્ર આપી તંત્ર વાહકોને રજુઆત કરી છે.

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણથી ખેતીને નુકશાનનો મુદ્દો વેગ પકડી રહયો છે. ખાસ કરીને કાનમ પ્રદેશ તરીકે ઓળખાતાં ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં કપાસનો પાક હવા પ્રદુષણના કારણે બળી ગયો છે. કપાસ ઉપરાંત અન્ય પાકને થયેલા નુકશાનનું સરકાર વળતર ચુકવે તેવી માંગ પ્રબળ બની રહી છે.

ભારતીય કિશાન સંઘે આપેલા આવેદનપત્રમાં કેનાલોના વ્યવસ્થિત રીપેરીંગ, સર અને ટીપી સહિતના કાળા કાયદાઓ રદ કરવા, આમલાખાડીમાં ઠાલવવામાં આવતું કેમિકલયુકત પાણી બંધ કરાવવામાં આવે સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં છે. જંબુસર તાલુકાના પીલુદરા ગામે જમીનોના ધોવાણ તથા ઝનોરના કાંઠે થતાં રેતીખનન બાબતે પણ રજુઆત કરવામાં આવી છે. ખેડુતોએ કલેકટર કચેરી ખાતે એકત્ર થઇ નારેબાજી પણ કરી હતી.

Tags:    

Similar News