ભરૂચ : મુમતાઝ પટેલની ઉપસ્થિતીમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું...

વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે તેમજ તેઓમાં ઉત્સાહ અને જુસ્સો વધારવાના આશયથી દર વર્ષે તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવે છે.

Update: 2023-09-10 12:40 GMT

ભરૂચમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે તેમજ તેઓમાં ઉત્સાહ અને જુસ્સો વધારવાના આશયથી દર વર્ષે તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચની પટેલ વેલ્ફર કેમ્પસમાં આવેલ ડેન્ટલ કોલેજના ઓડિટોરિયમ ખાતે સમાજના દરેક ક્ષેત્રના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્વ. અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલ, મુંબઈના મોટિવેશનલ સ્પીકર ડો. રોશની શેખ તેમજા વલસાડના સામાજીક કાર્યકર અને મોટિવેશનલ સ્પીકર આરીફ મહેમુદ ખાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દરેક ક્ષેત્રે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે મુમતાઝ પટેલે દરેક તેજસ્વી તારલાઓને મહેનત કરીને એક ઉચ્ચ મુકામ મેળવવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવનાર અને રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર આરીફ નેથાને પણ સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ, તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News