ભરૂચ : આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ યોજાયો મહિલાઓ સાથે સંવાદ

આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ મહિલાઓ સાથે સંવાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કરાયું સંવાદનું આયોજન

Update: 2021-08-12 09:35 GMT

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ મહિલાઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની સ્ત્રી હવે આશ્રિત કે, અબલા સ્ત્રી નથી. આજની સ્ત્રી સ્વતંત્ર અને આત્મનિર્ભર બની છે. ડીજીટલ પ્લેટફોર્મની સાથે સાથે આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન થકી બહેનો પગભર થઈ રહી છે. જેના કારણે ઘર-કુટુંબ અને સમાજમાં સ્ત્રીઓએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે સરકાર દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ સમાજની બહેનોને એક મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના કણબીવગા વિસ્તાર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહિલાઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RF તથા CIFના સ્વસહાય જૂથ અને ગ્રામ સંગઠનનો વિતરણ સમારોહ પણ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મોના પટેલ, ડીઆરડીએના અધિકારી તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News