ભરૂચ : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

Update: 2021-07-16 16:08 GMT

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ જાડેજા આજ રોજ કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહીને જિલ્લા આયોજન મંડળની તથા ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ જિલ્લાના પ્રજાલક્ષી કામો બાબતે અગત્યની બેઠક યોજવામાં આવી.

આ બેઠકમાં ગૃહમંત્રીએ ભરૂચ જિલ્લાના અલગ-અલગ તાલુકાના વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના કામો માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ દરખાસ્તો મંજુર કરી નવા કામોની બહાલી આપવામાં આવી તથા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ હેઠળ તથા એ.ટી.વી.ટી. યોજના હેઠળ વિવિધ કામોની નવી દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત રાજ્યના રમત-ગમત તથા સહકારમંત્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયા તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News