ભરૂચ: આ ગામમાં એક દિવસ અગાઉ પ્રગટાવવામાં આવે છે હોળી,જુઓ શું છે માન્યતા

Update: 2023-03-06 07:22 GMT

હોળીના પર્વની ભરૂચ જીલ્લામાં ઉજવણી

ઝઘડીયાના વણખૂટા ગામમાં હોળીના પર્વની અનોખી ઉજવણી

એક દિવસ અગાઉ પ્રગટાવવામાં આવે છે હોળી

રાજપીપળાના રાજા સાથે જોડાયેલી છે કથા

Full View

ભરૂચના ઝઘડિયા તાલુકાના વણખૂટા ગામમાં વર્ષોથી હોળીના પર્વના એક દિવસ પહેલા ઉજવણી કરવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડિયા તાલુકાના વણખૂટા ગામમાં વર્ષોથી રાજાની હોળી પ્રગટાવવામાં આવે છે.ગામના મુખી પટેલ વલસિંગભાઈ સહિતના ગ્રામજનોના કહેવા મુજબ રાજપીપળાના રાજા વિજયસિંહ રાજપીપળામાં આક્રમણ થતા રાજા રાજપાટ છોડી જંગલ વિસ્તારમાં ભાગી આવ્યા હતા અને જંગલમાં આવી ચઢ્યા હતા અને તેઓએ રાજાકુવા ગામ વસાવ્યું હતા.તે સમયે રાજા વિજયસિંહએ વણખૂટા ગામમાં હોળી પર્વની ઉજવણી કરી હતી તે સમયથી આ ગામના ગ્રામજનો હોળીના એક દિવસ પહેલા એટલે કે પૂનમના આગળના દિવસે હોળી પ્રગટાવી હોળી પર્વની ઉજવણી કરી છે.જેના ભાગરૂપે રવિવારના રોજ ધારાસભ્ય રિતેશ વસાવા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જયેન્દ્ર વસાવા સહિતના આગેવાનોના હસ્તે પરંપરા હોળી પ્રગટાવી હતી.ગ્રામજનોએ હોળીની પ્રદક્ષિણા કરી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.જયારે કેટલાક યુવાનોએ ઘેરૈયા બની પાંચ દિવસ હોળીમાં પૂજન અર્ચન કરી બ્રહ્મચર્ય પાલન કરશે.

Tags:    

Similar News