ભરૂચ : BDMA હૉલ ખાતે યોજાયેલ મહિલા કવિ સંમેલનમાં કવિઈત્રીઓએ નવલિખિત રચનાઓ રજૂ કરી...

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ઇશાર્ડ સાહિત્ય મંચ અને આર્ટ કલ્ચર ફોરમ મીટના સંયુક્ત ઉપક્રમે મહિલા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-14 11:29 GMT

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ઇશાર્ડ સાહિત્ય મંચ અને આર્ટ કલ્ચર ફોરમ મીટના સંયુક્ત ઉપક્રમે મહિલા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ નજીક 7X કોરિડોર સ્થિત BDMA હોલ ખાતે ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ઇશાર્ડ સાહિત્ય મંચ તેમજ આર્ટ કલ્ચર ફોરમ મીટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મહિલા કવિ સંમેલનમાં ભરૂચ જિલ્લાની 10 જેટલી કવિઈત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કવિઈત્રીઓએ હાજર શ્રોતાઓને પોતાની નવલિખિત રચનાઓ સંભળાવી હતી. આ પ્રસંગે ઝાયડ્સ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. દિના શાહ, વડોદરાના કવિઈત્રી કવિતા શાહ, સંસ્કાર દીપ વિદ્યાલયના આચાર્ય સુધા વડગામા, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય અને સાહિત્યકાર મહેશ ઠાકર વિશેષ ઉપસ્થિત રહી કવિઈત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Tags:    

Similar News