ભરૂચ:ઝઘડીયા ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, કુલ 6 આરોપીઓ ઝડપાયા

ઝઘડીયા GIDCમાં ફાયરિંગની ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Update: 2023-06-06 07:56 GMT

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં ફાયરિંગની ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં શનિવારે ભરબપોરે આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સિવિલકામ રાખવા માટેનું કોટેશન અપવા ગયેલાં વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય રાજુ વસાવાના પુત્ર અને ધોળગામ પંચાયતના સરપંચ રજનીકાંત વસાવા તેમજ તેમના મિત્રો પર ફાયરિંગ થયું હતું.સદનશીબે કોઇને ગોળી વાગી ન હતી. જોકે, એક મિત્ર અરૂણ ઉર્ભે ભયા સ્વબચાવ માટે દોડતી વેળાં પડી જતાં ટોળાએ તેને ઘેરી લઇ તના પર ધારીયાથી જીવ હુમલો કર્યો હતો. ઘટનામાં તેમણે કંપનીમાં પહેલેથી જ મટીરિયલ સપ્લાય કરનાર જૈમિન પટેલના માણસોએ તેમના પર મારી નાંખવાના ઇરાદે હુમલો કર્યો હોઇ જૈમિન પટેલ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે હવે પોલીસે ધવલ પટોડિયા નામના આરોપીની અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News