ભરૂચ: લાંબા સમય બાદ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા, બાળકોમાં જોવા મળ્યો ઉત્સાહ

રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો, આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા.

Update: 2021-09-02 08:56 GMT

રાજયમાં કોરનાનો કહેર ઓછો થતા આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ આજે બાળકો શાળાએ પહોંચતા તેઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં સ્કૂલો શરૂ કરાઈ હતી, પરંતુ થોડા સમયમાં જ ઘાતક નીવડેલી બીજી લહેર શરૂ થતાં સ્કૂલો ફરીવાર બંધ કરી દેવામાં આવી હતી. સૌથી પહેલા સરકારે ધોરણ 12 અને 9થી 11ની સ્કૂલો શરૂ કરી હતી.

હવે આજથી ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ઓફલાઈન વર્ગ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં આજથી સ્કૂલોમાં 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો મરજિયાત રીતે વર્ગમાં આવી શકશે. સ્કૂલે આવવા વાલીની સંમતિપત્ર પણ ફરજિયાત રાખવામાં આવ્યો છે. જે બાળકો ઓફલાઈન ભણવા ના ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવશે.

ભરૂચમાં પણ આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થતાં બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ શાળાઓમાં કોરોનાની ગાઈડ લાઇન અનુસાર માસ્ક શોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરણી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણા લાંબા સમય બાદ બાળકો શાળાએ પહોંચતા હવે ઓફલાઇન શિક્ષણ મેળવી શકશે

Tags:    

Similar News