ભરૂચ: શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા શેરડી કાપણી માટે વસાવાયુ અત્યાધુનિક મશીન

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયા દ્વારા શેરડી કાપણી માટે સુગરકેન હાર્વેસ્ટર અને ઇન્ફીલ્ડર મશીન કાર્યરત કરવામાં આવ્યું.

Update: 2023-01-06 13:01 GMT

ભરૂચની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયા દ્વારા શેરડી કાપણી માટે સુગરકેન હાર્વેસ્ટર અને ઇન્ફીલ્ડર મશીન કાર્યરત કરવામાં આવ્યું.

શેરડી કાપણી પદ્ધતિમાં મજૂરોની અછત અંગે પડતી મુશ્કેલીને પહોંચી વળવા તેમજ ખેડૂત સભાસદોની શેરડીની સમયસર કાપણી થાય તે હેતુ સિધ્ધ કરવા ગણેશ સુગરની કસ્ટોડિયન કમિટી સતત કર્યબધ્ધ જોવા મળી રહી છે. જેને અનુલક્ષીને આધુનિકરણના ભાગરૂપે સંસ્થા દ્વારા નવીન અદ્યતન ટેકનોલોજી ધરાવતુ શેરડી હાર્વેસ્ટર મશીન અને ઇન્ફીલ્ડર ટ્રેકટર ખરીદી સંસ્થાના ખેડૂત સભાસદોની સેવામાં કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી ખેડૂત સભાસદોની શેરડીની કાપણી સમયસર થઈ શકશે અને સંસ્થાના પ્લાન્ટને પણ કેપેસિટી મુજબ પૂરતો શેરડીનો પુરવઠો મળી રહેશે. કસ્ટોડિયન કમિટીના આ પગલાની સંસ્થાના સભાસદો દ્વારા સરાહના થઈ રહી છે અને શેરડી પકાવતા ખેડૂત સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Tags:    

Similar News