LRD-PSIની શારીરિક કસોટીના સમયમાં બદલાવ, ગ્રામ પંચાયત ચૂંટણીના બંદોબસ્તને લઈને લેવાયો નિર્ણય...

ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓ માટે LRD-PSIની શારીરિક કસોટીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે

Update: 2021-12-16 11:28 GMT

એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે. બીજી તરફ LRD-PSIની શારીરિક કસોટીમાં દોડ ચાલુ છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની સીધી અસર ભરતી પરીક્ષા પર જોવા મળી રહી છે. ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓ માટે LRD-PSIની શારીરિક કસોટીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હોવાથી ભરતી પરીક્ષાની દોડમાં ભાગ લઈ શકે તેમ નથી તેથી લોક રક્ષક બોર્ડે નિર્ણય કર્યો છે કે, તા. 17,18 અને 20 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટીમાં જે પણ પોલીસકર્મી ભાગ લઈ રહ્યા છે. તે ચૂંટણી વ્યવસ્થામાં હોવાથી તા. 24 ડિસેમ્બરના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. શારીરિક કસોટી માટે દોડ લગાવી રહેલા ઉમેદવારોને પડી રહેલી મુઝવણ માટે હેલ્પલાઇન માટે 3 નંબર જાહેર કરાયા છે. IPS હસમુખ પટેલે ટ્વિટ કરી માહીતી આપી છે કે, હેલ્પલાઇન નંબર 7041454218, 9104654216, 8401154217 પર જરૂર હોય ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે.

Tags:    

Similar News