નર્મદા પરિક્રમા 10 દિવસ સુધી સ્થગિત, ડેમમાંથી પાણી છોડાતા લેવાયો નિર્ણય !

Update: 2024-04-29 17:26 GMT

નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ થતાં નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલાં જ પરિક્રમાં સ્થગિત કરાઈ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના ગામોને પણ સાવચેત કરી રાત્રિ દરમ્યાન નર્મદા નદીમાં નહિ જવા સૂચના અપાઈ છે.

Narmada Control Authority દ્વારા આજે તા.29/4/2024ના રોજ સાંજે 8 વાગ્યાથી 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાયું છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં આગામી તા.8/5/2024 સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલવાની છે. જેના લીધે પરિક્રમા રૂટ પરના શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કાચા પુલ પરથી પસાર થતા પરિક્રમાવાસીઓની સલામતી માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પરિક્રમા સ્થગિત કરી દેવાઈ છે. આ ઉપરાંત નર્મદા નદીના પટમાં કોઈપણ અવર જવર ન કરે તે માટેની તકેદારી તંત્ર દ્વારા લેવાઈ રહી છે.મધ્યપ્રદેશમાં વીજળી માગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 29 એપ્રિલ 24ના સાંજના આઠ વાગ્યાથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો ત્રીસ હજાર ક્યુસેક સુધી થશે. આ પાણીનો પ્રવાહ નર્મદા પરિક્રમા માટે ખાસ બનાવેલા કામચલાવ બ્રિજ પરથી જશે એવી શક્યતાઓ ઊભી થઈ હોય પરિક્રમાવાસીઓ માટે એક મોટું જોખમ ઉભું થાય છે. તેથી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

Tags:    

Similar News