અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવાનો પ્રારંભ, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ બસને પ્રસ્થાન...

અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો, વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા અને સેલંબા થઈ કુકરમુંડા રૂટ ઉપર શરૂ કરવામાં આવી

Update: 2023-07-12 13:39 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી કુકરમુંડા સુધી બસ સેવા ચાલુ કરવાની ગ્રામજનોની માંગણી સંતોષવામાં આવી છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એસટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના અતિપછાત વિસ્તારમાં આવેલા જાવલી ગામે આદિવાસી પરીવારની ઘરે રાત્રી રોકાણ કર્યું હતું, જ્યાં રાત્રી સભામાં જાવલી ગ્રામજનો અને સાગબારા તાલુકાના આગેવાનોએ અંકલેશ્વરથી કુકરમુંડા સુધી બસ સેવા ચાલુ કરવાની માંગણી કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ મુજબ અદ્યતન સુવિધાઓ સાથેની બસ અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો, વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા અને સેલંબા થઈ કુકરમુંડા રૂટ ઉપર શરૂ કરવામાં આવી છે, ત્યારે આ એસટી બસ સેવાને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. એટલું જ નહીં અંકલેશ્વરથી સેલંબા સુધી સાંસદ મનસુખ વસાવા પોતે પણ બસમાં બેસી મુસાફરી કરી હતી. સાંસદ મનસુખ વસાવા અને ડ્રાઇવર-કંડક્ટરનું સંગઠનના હોદ્દેદાર-પદાધિકારીઓ અને વિવિધ ગામોના સરપંચોએ ઠેર ઠેર સ્વાગત કરી એસટી બસ સેવાને આવકારી હતી.

Tags:    

Similar News