ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.

Update: 2024-05-08 09:02 GMT

ભરુચ લોકસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં મોડી રાત્રિ સુધી રિસિવિંગ સેન્ટર પર EVM આવતા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં.

જિલ્લામાં 1893 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સાંજે છ વાગે પૂર્ણ થયા બાદ બીએલઓ દ્વારા જરૂરી તમામ પ્રક્રિયા સંપન્ન કરી મતદાન કેન્દ્ર પરથી આ તમામ ઇવીએમ જિલ્લા ક્લેક્ટર ના માર્ગદર્શન હેઠળ ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લાવી ઉમેદવારો ના એજન્ટો ની ઉપસ્થિતિ મા સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતાં. જિલ્લા કલેકટર તુષાર સમેરાએ ચૂંટણી પ્રક્રીયાનો ચિતાર આપી મતદાન 68 ટકાથી વધુ થયું હોવાનું પ્રાથમિક અહેવાલ હોવાનું જણાવી સ્ટાફની સંભાળ અને તાલીમ તેમજ મતદારોની સુવિધા સાથે મતદાન માટે આકર્ષવાના પ્રયાસો સફળ રહ્યાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

હવે 4 જૂને મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્ટ્રોંગ રૂમ માંથી ઇવીએમ બહાર આવશે. હાલ તો ઉમેદવારો મતદાનની ટકાવારીને લઈ જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે 4 જૂન ના રોજ પરિણામ જાહેર થતાં ખબર પડશે કે કોના દાવામાં કેટલો દમ છે. ભરૂચના મતદારોએ પોતાનો ફેંસલો મતદાન થકી આપી દીધો છે.

Tags:    

Similar News