બીજી મા સિનેમા : વિરોધાભાસનું અંતિમ ચરણ : થ્રી આર

તેલુગુમાં બનેલી ફિલ્મ બીજી ચાર ભાષા હિન્દી, તામિલ, મલયાલમ અને કન્નડમાં ડબ કરી સિનેમાના પડદે રજૂ થઈ.

Update: 2022-04-03 09:50 GMT

તેલુગુમાં બનેલી ફિલ્મ બીજી ચાર ભાષા હિન્દી, તામિલ, મલયાલમ અને કન્નડમાં ડબ કરી સિનેમાના પડદે રજૂ થઈ. "બાહુબલિ : ધ કન્ક્લુઝન" ના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીને બીજી ફિલ્મ "થ્રી આર" બનાવતા પૂરા પાંચ વર્ષ લાગ્યા.

ફિલ્મનુ શિર્ષકમાં ત્રણ આર, કેપિટલમાં લખાયા છે. ફિલ્મના પોસ્ટર પર ત્રણ આર એટલે રાઈજ, રોર અને રિવોલ્ટ શબ્દો છે. ફિલ્મની કથા 1920 માં ઈન્ડિયામાં બ્રિટિશ હકૂમત કેવો જુલ્મ કરતાં હતા તેના કાળજું કંપાવે એવા દ્રશ્યો છે.

રામરાજ અને ભીમ ફિલ્મના હીરો છે. રામરાજુ (રામચરન) પોલીસ ઓફિસરના રોલમાં સિક્સ પેક, અત્યંત ગુસ્સાવાળો, અકલ્પનીય શક્તિ ધરાવનારો, સીતા (આલિયા ભટ્ટ)નો વચનબદ્ધ પ્રેમી, પ્રેમની યાદગીરી માટે આપેલું ફોલ્ડિંગ લોકેટ કોલેજીયનોને ગિફ્ટ આપવા સવલત કરી આપશે, રામાયણમાં સીતામાતા પાસે વીંટી હતી. ફિલ્મમાં લોકેટ પુન:મિલન માટે કડીરૂપ બને છે. માલી મોરપીંછ થી લેડી સ્કોટ (એલિસન ડુડી) ના હાથ પર ટેટૂ દોરે છે, એ જોઈ લેડી સ્કોટ અને પોતાની સાથે જબરજસ્તી થી લઈ જાય છે, માલીની માતા અને છોડાવવા મરણિયો નિષ્ફળ પ્રયાસ કરે છે, ત્યાંથી ફિલ્મનો પ્રારંભ થાય છે, ગોડ ટ્રાયબલ જાતિની માલીને બ્રિટિશરોના તોતિંગ કિલ્લા માંથી છોડાવવા ભીમ (જુ.એન.ટી.આર.) બધા જ સુપરમેનના પાવરને એકઠો કરીએ એનાથી બમણો જાયન્ટ યોદ્ધો બની વિનાશ નોંતરે છે. દર્શકોની કલ્પનાને પેલેપાર સ્ટંટના દ્રશ્યો છે. કેડે છોકરુંને ગામમાં શોધે એમ રામ અને ભીમ એકબીજાના ગાઢ મિત્રો અને જાની દુશ્મન બને, ગેરસમજ દૂર થતાં બ્રિટિશ સૈનિકોનો ખાતમો બોલાવે.

એમ એમ કિરવાનીનું સંગીત ફિલ્મની કથા અને દ્રશ્યોને જકડી રાખે છે. દેશી ડાન્સ અને ગીત હિન્દી ફિલ્મના રૂત્વિકને હંફાવે એવા છે. અજય દેવગન ફિલ્મના કેન્દ્રમાં સ્થિર રહ્યો છે. એકધારી મારામારી વચ્ચે હાસ્ય પીરસવામાં દિગ્દર્શક સફળ રહ્યા છે.

182 મિનિટની અવધિવાળી ફિલ્મ થ્રી આર નો સંદેશ હરેક કે હાથોમે હથિયાર હોગા, તુમ્હારી હિંમત મેરી જીત, ઈસ ધરતી પર દી ગઈ આહુતિ, બરસો તક જહનમે સુલગતી રહેગી...

Tags:    

Similar News