રાજકોટની નામાંકિત હોટલ ઇમપિરિયલ પેલેસમાં ઘુસી ભેંસ, પછી થઈ જોવા જેવી

Update: 2018-12-11 07:14 GMT

રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસને લીધે અવાર નવાર અકસ્માતો સર્જાઈ છે. ત્યારે સોમવારે રાત્રીના 8 વાગ્યા આસપાસ શહેરના પોર્સ એરિયા ગણાતા યાજ્ઞિક રોડ પર એક ભેંસ દ્વારા આતંક માચાવવામાં આવ્યો હતો.

શહેરની નામાંકિત ગણાતી એવી હોટલ ઇમપિરિયલ પેલેસમાં ભેંસ ઘુસી જતા એક કપલને ભાગવુ મુશ્કેલ થઈ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હોટલ ઇમપિરિયલ પેલેસમાં ભારતીય ક્રિકેટરો તેમજ વિદેશી ખેલાડીઓ પણ રોકાણ કરતા હોય છે. ત્યારે આ પ્રકારે ભેંસ હોટલના ગેટમાં ઘૂસે તે બાબતને લઈ હોટલની સિક્યુરિટીને લઈને પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Similar News