Leading "India" : આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે અમેરિકા બાદ ભારત વિશ્વભરમાં ઉભર્યું

Update: 2021-08-25 07:55 GMT

જગત જમાદાર અમેરિકા બાદ ભારત દેશ પણ આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિશ્વભરમાં ઉભરી રહ્યું છે. અમેરિકા, એશિયા-પેસિફિક દેશો સહિત મોટાભાગના દેશો હવે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતને પ્રાથમિકતા આપી રહ્યા છે, ત્યારે વાર્ષિક ધોરણે આઉટસોર્સિંગ જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારત સતત અગ્રેસર રહ્યું હોવાનું એક તારણમાં સામે આવ્યું છે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડના જણાવ્યા અનુસાર, ચીન હજી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રથમ ક્રમે યથાવત્ છે. વર્ષ 2021 ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઈન્ડેક્સમાં યુરોપ, એશિયા-પેસિફિક, અમેરિકાના 47 દેશોના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગની આંકરણી કરવામાં આવી છે. જેમાં ચીન બાદ ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી માંગ ધરાવતું મેન્યુફેક્ચરિંગ હબ છે, જ્યારે અમેરિકા ત્રીજા ક્રમે બાદમાં અનુક્રમે કેનેડા, જેક રિપબ્લિક, ઈન્ડોનેશિયા, લિથુનિયા, થાઈલેન્ડ, મલેશિયા અને પોલેન્ડ છે.

જોકે, ગત વર્ષના રિપોર્ટમાં અમેરિકા બીજા ક્રમે અને ભારત દેશ ત્રીજા ક્રમે હતો. અમેરિકા, એશિયા-પેસિફિક દેશો સહિત મોટાભાગના દેશો હવે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેની પાછળનું કારણ, ભારતની ઓપરેટિંગ સ્થિતિ, અને ખર્ચ સ્પર્ધાત્મકતા છે. તેમજ વાર્ષિક ધોરણે ઓઉટસોર્સિંગ જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારત દેશ સતત અને સૌથી અગ્રેસર રહ્યો છે.

Tags:    

Similar News