વાંચો આ સપ્તાહ દરમિયાન બજારમાં કેવો રહ્યો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ઘટ્યો..

શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બંને ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

Update: 2024-04-27 07:56 GMT

શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બંને ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ પતન પછી ઉપર તરફની તેજી પર બ્રેક લાગી હતી. ગતરોજ માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ 609.28 પોઈન્ટ્સ અથવા 0.82 ટકા ઘટીને 73,730.16 પર અને નિફ્ટી 150.40 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા ઘટીને 22,419.95 પર બંધ થયા છે.

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે રોકાણકારોએ બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં એક્સપોઝર ઘટાડ્યું હતું. આ કારણે પણ માર્કેટ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં પાંચ દિવસના ઉછાળા બાદ વેચવાલી જોવા મળી હતી.

ટ્રેડર્સે જણાવ્યું હતું કે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, રૂપિયામાં ઘટાડો અને સતત વિદેશી ભંડોળ ઉપાડને કારણે સેન્ટિમેન્ટ પર અસર પડી છે.

Tags:    

Similar News