તમે પણ સ્ટેટ SBIના એટીએમની ફ્રેન્ચાઇઝી લઈને સારી કમાણી કરી શકો છો, જાણો સમગ્ર પ્રોસેસ

Update: 2021-09-07 13:11 GMT

તમારે પણ ઘરે બેઠા કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન છે કે પછી તમે કોઈ એક્ટ્રાક્ કમાણીનું માધ્યમ શોધી રહ્યા છો તો આજે અમે આપને એક એવા બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું જેના દ્વારા તમે ઘરે બેઠા આસાનીથી 60 હજાર રૂપિયા મહિને કમાઈ શકો છો. આ તક આપને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપી રહી છે. નોંધનીય છે કે, એસબીઆઇટી એટીએમ ફ્રેન્ચાઇઝી લઈને તમે આ કમાણી કરી શકો છો.

નોંધનીય છે કે, ATM લગાવનારી કંપનીઓ અલગ હોય છે. બેંક તેના એટીએમ ક્યારેય પોતાની મેળે સ્થાપિત કરતી નથી. બેંક વતી કેટલીક કંપનીઓને એટીએમ લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે અલગ અલગ જગ્યાએ એટીએમ લગાવવાનું કામ કરે છે. ચાલો તમને જણાવીએ કે તમે એટીએમ ફ્રેન્ચાઈઝી લઈને કેવી રીતે સારા પૈસા કમાઈ શકો છો.

SBI ATM ફ્રેન્ચાઇઝી લેવા માટે જરૂરી શરતોની વાત કરીએ તો, તમારી પાસે 50-80 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. અન્ય એટીએમથી તેનું અંતર 100 મીટર હોવું જોઈએ. આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર અને સારી Visibility સાથે હોવી જોઈએ. 24 કલાક પાવર સપ્લાય હોવો જોઈએ, આ સિવાય 1 કિલોવોટનું વીજળી કનેક્શન હોવું જોઈએ. આ એટીએમમાં દરરોજ લગભગ 300 વ્યવહારોની ક્ષમતા હોવી જોઈએ. એટીએમની જગ્યામાં કોંક્રિટની છત હોવી જોઈએ. V-SAT લગાવવા માટે સોસાયટી અથવા ઓથોરિટી તરફથી નો-ઓબ્ઝેક્શન સર્ટિફિકેટની જરૂર રહેશે.

જોકે આ માટે તમારે જરૂરી દસ્તાવેજોમાં ID પુરાવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, સરનામાંનો પુરાવો માટે રેશન કાર્ડ, વીજળીનું બિલ, બેંક ખાતું અને પાસબુક, ફોટોગ્રાફ, ઈ-મેલ આઈડી, ફોન નંબર, અન્ય દસ્તાવેજો, જીએસટી નંબર, નાણાકીય દસ્તાવેજો હોવા જોઈએ.

SBI ATMની ફ્રેન્ચાઇઝી કેટલીક કંપનીઓ આપે છે. તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જે કંપનીઓ ATM લગાવે છે તે અલગ છે. ટાટા ઇન્ડિકેશ, મુથૂટ એટીએમ અને ઇન્ડિયા વન એટીએમ પાસે મુખ્યત્વે ભારતમાં એટીએમ લગાવવાનો કરાર છે. આ માટે તમે આ તમામ કંપનીઓની વેબસાઈટ પર ઓનલાઈન લોગ ઈન કરીને તમારા એટીએમ માટે અરજી કરી શકો છો.

ટાટા ઇન્ડિકેશ તેમાં સૌથી મોટી અને જૂની કંપની છે. તે 2 લાખની સિક્યુરિટી ડિપોઝિટ પર ફ્રેન્ચાઇઝી આપે છે જે રિફંડેબલ છે. આ ઉપરાંત 3 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલના રૂપમાં જમા કરાવવા પડશે. આ રીતે કુલ રોકાણ 5 લાખ રૂપિયાનું થાય છે.

કમાણીની વાત કરીએ તો, તમને દરેક રોકડ વ્યવહાર પર 8 રૂપિયા અને બિન-રોકડ વ્યવહાર પર 2 રૂપિયા મળે છે. વાર્ષિક ધોરણે રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ 33-50 ટકા સુધીનું હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારા એટીએમ દ્વારા દરરોજ 250 ટ્રાન્ઝેક્શન થાય છે, જેમાં 65 ટકા રોકડ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન છે, તો માસિક આવક 45 હજાર રૂપિયાની આસપાસ થશે. બીજી તરફ, જો દરરોજ 500 વ્યવહારો થાય છે, તો લગભગ 88-90 હજારનું કમિશન હશે.

Tags:    

Similar News