બે દિવસના કડાકા બાદા આજે બજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 35 પોઈન્ટ અપ, નિફ્ટી 18,000 ને પાર

Update: 2023-01-06 04:08 GMT

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. આ સપ્તાહે વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર રોકાણકારો પર જોવા મળી હતી અને આજે પણ રોકાણકારો વૈશ્વિક બજારના વેચાણના દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં જોબ માર્કેટના નિરાશાજનક આંકડાઓને કારણે ત્યાંના શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેની અસર આજે સવારે વિશ્વભરના શેરબજારો પર જોવા મળી રહી છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60353.27ની સામે 35.47 પોઈન્ટ વધીને 60388.74 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17992.15ની સામે 15.90 પોઈન્ટ વધીને 18008.05 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42608.7ની સામે 41 પોઈન્ટ વધીને 42649.7 પર ખુલ્યો હતો.

પાછલા સત્રમાં સેન્સેક્સ 304 પોઈન્ટ ઘટીને 60,353 પર જ્યારે નિફ્ટી 51 પોઈન્ટ ઘટીને 17,992 પર હતો. આજે પણ વૈશ્વિક બજારના દબાણ હેઠળ રોકાણકારો વેચાણ અને નફો બુક કરવા તરફ જઈ શકે છે. આ સપ્તાહે બે ટ્રેડિંગ સેશનમાં બજારને ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.

Tags:    

Similar News