દેશભરમાં 28 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Update: 2020-02-28 04:48 GMT

દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય

ભૌતિકશાસ્ત્રી સી.વી.રમને રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ

પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. 

શું છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઈતિહાસ

વર્ષ 1986માં NCSTC એ ભારત સરકારને 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન

દિવસ તરીકે નિયુક્ત કરવા કહ્યું હતું. આ દિવસ હવે સમગ્ર દેશમાં શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક, વૈજ્ઞાનિક, તકનીકી, તબીબી અને સંશોધન સંસ્થાઓમાં

ઉજવવામાં આવે છે. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પ્રસંગે NCSTC એ વિજ્ઞાન સંચાર અને લોકપ્રિયતાના

ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રયત્નોને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન લોકપ્રિયતા

પુરસ્કારોની જાહેરાત કરી હતી.

દેશ ભરમાં કઈ રીતે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી રૂપે જાહેર ભાષણો, રેડિયો, ટીવી, વિજ્ઞાન ફિલ્મો, થીમ્સ અને વિભાવનાઓ, રાત્રિ આકાશ, જીવંત પ્રોજેક્ટો, સંશોધન નિદર્શન, ચર્ચાઓ, ક્વિઝ જેવી રમતો, સ્પર્ધાઓ જેવી અનેક પ્રવુતિઓ કરવામાં આવે છે. આ

ઉપરાંત વ્યાખ્યાન, વિજ્ઞાન

મોડેલ પ્રદર્શનો પણ યોજવામાં આવે છે. દર વર્ષે ભારત સરકાર અવનવી થીમ્સ નક્કી કરીને

આ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરે છે. જેમ કે- “Our Changing Earth”,

“Information Technology for basic sciences”, “Celebrating Physics”, “More

cropper Drop”…

Tags:    

Similar News