કચ્છ : સીએમ રૂપાણીએ બન્નીમાં ગ્રામજનો સાથે પાણી અને અન્ય બાબતે કરી સમીક્ષા

Update: 2019-05-11 04:49 GMT

મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ ગઇકાલે બન્ની વિસ્તારની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી પાણીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.અધિકારીઓના બદલે સીએમ રૂપાણીએ પોતે લોકો સાથે સંવાદ કરી સાચી સ્થિતિ જાણી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત વર્ષે સૌથી ઓછો વરસાદ જ્યાં વરસ્યો હતો તે અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની એકદિવસીય પ્રત્યક્ષ મૂલાકાત લઇ પાણી, ઘાસચારો, પશુધન વગેરેની સર્વગ્રાહી સ્થિતીની સમીક્ષા કરી છે.વિજયભાઇ રૂપાણીએ લખપતના નારાયણ સરોવર અને કોટેશ્વર બાદ બન્ની વિસ્તારની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્થાનિક પ્રજાજનો સાથે સંવાદ સાધતા તેમને સ્પષ્ટ સધિયારો આપ્યો હતો કે, માનવી કે પશુધન સુધ્ધાને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તેનું આયોજન સરકારે કરેલું જ છે.તેમણે ગ્રામજનોને ભાવવાહી સહજ શબ્દોમાં કહ્યું કે ‘‘સરકાર તમારી ચિંતા કરે છે એટલે તમે-ગ્રામજનો પાણી, ઘાસચારા અછતની સ્થિતી એ બધી ચિંતા કરવાનું છોડી દયો.મુખ્યમંત્રી એ મીડિયા સાથે વાત કરતા જણાવયું કે ટેન્કર દ્વારા જ્યા પાણી આપવામાં આવે છે, ત્યાં પશુઓ માટે ૨૦ લીટર પાણી વધુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ આ વિસ્તારના માત્ર બે જ ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે. પાણી અંગે કોઇ સમસ્યા હોય તો તેનો ત્વરિત ઉકેલ લાવવાની સરકારની નેમ છે અને પાણીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. કચ્છને ૨૦૨૨ સુધી પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્ત કરી દેવાનો સંકલ્પ પણ તેમણે વ્યકત કર્યો હતો.. ઉપસ્થિત અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, પાણી અંગે કોઇ ફરિયાદ આવે તો તેનો તુરંત નિકાલ લાવવો અને ટેન્કરની તમામ માંગણીઓ પૂર્ણ કરવી.

Tags:    

Similar News