અમદાવાદ શહેરમાં કોરોના બન્યો બેકાબુ, જુઓ પછી AMCએ કેવી કરી કાર્યવાહી..!

Update: 2020-11-19 08:54 GMT

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના બેકાબુ બન્યો છે, ત્યારે ઘોડા છૂટ્યા બાદ હવે તબેલાને તાળાં મારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે કોર્પોરેશન માટે આ નવી વાત નથી, જ્યારે કોઈ મોટો ઉહાપો કે, ઘટના બને ત્યાર બાદ જ કોર્પોરેશન સાવચેતીના પગલાં અને બેઠક કરી કાર્યવાહી કરતી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે. શહેરના મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભેગી થતી ભીડને બંધ કરાવવામાં આવી છે. તો એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી છે. જોકે અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવાર દરમ્યાન અનેક દુકાનો, લારી ગલ્લા સહિત અન્ય સ્થળોએ ભેગી થતી ભીડ ઉપર એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાના કેસમાં વધારો થતાં લોકો સ્વયંભૂ ઘરમાં જ રહેવા લાગ્યા છે. જોકે હવે તહેવારો પુર્ણ થતાં લાભ પાંચમથી બજારો ફરી ધમધમતા થયા છે. તેવામાં તંત્ર દ્વારા ખાણીપીણી બજારમાં ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્ર્મણ વધતા શહેરીજનો પણ બહાર નીકળવાનું ટાળી રહયા હોય તેવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે

Tags:    

Similar News