કોરોનાનો કહેર: ચીનમાં 41ના મોત, ભારતમાં પણ 12 લોકોને અસર

Update: 2020-01-25 07:04 GMT

ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 41 સુધી પહોંચી ગયો છે. 1287 લોકો આ વાયરસની લપેટમાં આવી ગયા

હોવાની વાતની પણ પુષ્ટિ થઈ ચૂકી છે. હવે આ વાયરસે યુરોપમાં પણ દેખા દીધી છે અને

ફ્રાન્સમાં આ વાયરસથી પીડિત ઓછામાં ઓછા ત્રણ લોકોની ઓળખ થઈ ચૂકી છે. ભારતમાં પણ

અનેક લોકોની તપાસ કર્યા બાદ 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી સૌથી વધારે સાત દર્દીઓ કેરળના છે. આ ઉપરાંત

મુંબઈના ત્રણ અને બેંગલુરુ તેમજ હૈદરાબાદમાં એક-એક દર્દી છે. 

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે

શનિવારના રોજ જાહેર કર્યું હતું કે, વાયરસની લપેટમાં આવેલા 1287 મામલાઓમાંથી 237 લોકોની સ્થિતિ ગંભીર છે.

ન્યૂમોનિયા જેવા આ વાયરસના કારણે અત્યારસુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે. જેમાં

ચીનના મધ્ય હુબેઈમાંથી 39 મોત

નિપજ્યા છે જ્યારે એક મોત ઉત્તરપૂર્વીય હીલોંગજિયાંગમાં થયું છે. આયોગે જણાવ્યુ કે

કુલ 1965 સંદિગ્ધ મામલાઓ નોંધાયા હોવાનો અહેવાલ છે. વુહાન અને હુબેઈમાં તમામ

સાર્વજનિક અવરજવર સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે. 

Tags:    

Similar News