અમદાવાદ: ચૂંટણી બાદ કોરોના સંક્રમણ વધવાનો ભય, જુઓ તંત્રએ તાત્કાલિક શું પગલાં લીધા !

Update: 2021-02-22 11:23 GMT

રાજ્યની 6 મહાનગરપાલિકમાં ચૂંટણી પુરી થઇ અને હવે ફરી કોરોના સંક્રમણનો ભય અમદાવાદવસીઓ અને તંત્રને સતાવી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં 47% કેસ કોરોના સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને રાતોરાત શહેરમાં અલગ અલગ જગ્યાએ કોરોના ટેસ્ટિંગ ના નવા ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યાં સુધી કોરોનાના કેસ 45થી 50ની વચ્ચે રહ્યા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં નવા 66 કેસ નોંધાવા સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ 47 ટકાનો વધારો થયો છે. શનિવારે માત્ર 45 કેસ હતા. રવિવારે નોંધાયેલા કેસ ફેબ્રુઆરીના અત્યાર સુધીના દિવસોમાં સૌથી વધુ છે. કેસમાં સતત ઘટાડા પછી કોરોનાના ટેસ્ટિંગ માટે તમામ વિસ્તારોમાં શરૂ કરેલા ડોમ તાજેતરમાં જ બંધ કરાયા હતા.

જો કે, કેસ ફરી વધતાં મ્યુનિ. વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવા પડ્યા છે. હાલ ગોતા ચાર રસ્તા, થલતેજ, આલ્ફા વન મોલ પાસે, માનસી સર્કલ પાસે, પાલડી, નારણપુરા, અંકુર, જોધપુરમાં આ ડોમ શરૂ કરાયા છે.દેશના અનેક રાજ્યોમાં કોરોનની નવી લહેર સામે આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરીથી આ સ્થિતિ નું નિર્માણ ના થાય તે માટે તંત્રે એ કામગીરી શરુ થઇ છે અમદાવાદ મેડિકલ એસો. એ પહેલેથી સરકારને માહિતગાર કરી હતી કે સભા અને રેલીમાં જે ભીડ ઉમટી રહી છે તે નવા કોરોનાના કેસ વધારશે પણ દરેક રાજકીય પાર્ટીએ આ સલાહને અવગણી અને હવે તંત્રને મોડેથી ભાન થયું છે એક સમયે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હતી પણ હવે ફરીવાર શહેરીજનોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે.

Tags:    

Similar News