યુરોપીયન સંઘના દેશોમાં આજથી કોરોના વાઈરસનું વેક્સિનેશન શરૂ

Update: 2020-12-27 04:41 GMT

યુરોપીયન સંઘના ઘણા દેશોમાં આજથી કોરોના વાઈરસનું વેક્સિનેશન શરૂ થશે. યુરોપના તમામ દેશમાં "બાયો એન ટેક" અને "ફાઈઝર" દ્વારા તૈયાર થયેલી વેક્સિન પહોંચાડી દેવાઈ છે.
વેક્સિનેશન શરૂ થતા પહેલા આ તમામ દેશમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. મોટા ભાગના દેશમાં અત્યારે 10 હજાર વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે મોટા પ્રમાણમાં વેક્સિનેશનનું કામ જાન્યુઆરીથી શરૂ થશે. જોકે, હંગરીમાં વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે.

અહીં કોરોના વેક્સિનનો સૌથી પહેલો ડોઝ સ્વાસ્થ્ય કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. આ સાથે જ સ્પેનમાં પણ આજથી વેક્સિનેશનની શરૂઆત થશે. જર્મનીમાં નર્સિંગ હોમમાં 40 લોકો સાથે 11 સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપી, વેક્સિનેશનની શરૂઆત કરી દેવાઈ છે.

Tags:    

Similar News