દાહોદ : દાઉદી વ્હોરા સમાજે કરી ઈદુલ ફિત્રની ઉજવણી

Update: 2021-05-12 12:55 GMT

દેશ અને દુનિયામાં વસ્તા દાઉદી વ્હોરા સમાજે પવિત્ર રમજાન માસના ત્રીસ દિવસના રોજા પુરા કરી આજે ઈદુલ ફિત્રની નમાજ અદા કરી અને એક બીજાને ઈદની મુબારક બાદ પાઠવી કોરોના મહામારી સમયે ઘરોમાંજ રહીને અલ્લાહ પાકની ઈબાદત કરી ઈદની ઉજવણી કરી હતી છેલ્લા એક મહિનાથી ઇસ્લામિક રમજાન મહિનો ચાલી રહ્યો હતો.

દાઉદી વ્હોરા સમાજ ત્રીસ દિવસના રોજા ઉપવાસ કરી અલ્લાહ પાકની બંદગી કરવામાં મશગુલ હતા અને મુંબઈથી અલગ અલગ પોગ્રામો થકી ઈબાદત માં લાગેલા હતા પરંતુ આજે ત્રીસ રોજા પુરા કરીને ઘરોમાં રહીને પવિત્ર રમજાન માસ પછી ઈદની ખુશી મનાવી હતી હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે દાઉદી વ્હોરા સમાજ મસ્જિદમાં નમાજ અદા કરવાની જગ્યાએ ઘરોમાંજ નમાજ અદા કરી રહ્યા હતા માત્ર સરકારની ગાઈડ લાઈન મુજબ મસ્જિદમાં નક્કી કરેલા માણસોનેજ નમાજ અદા કરવાની ઈજાજત હતી ત્યારે આજે પવિત્ર ઈદુલ ફિત્રની નમાજમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી ઓછી સંખ્યામાં મસ્જિદઓમાં નમાજ અદા કરવામાં આવી હતી ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી જલ્દી દેશ અને દુનિયાથી ખતમ થાય અને કોરોના સામે ઝઝૂમી રહેલા લોકો જલ્દી સ્વસ્થ થાય અને પહેલાની જેમ લોકો હરિ ફરી શકે અને ધંધો રોજગાર કરી શકે તેવી દુઆઓ પણ માંગવામાં આવી હતી અને આ પ્રકારે દાહોદના દાઉદી વ્હોરા સમાજે સરકારની ગાઈડ લાઈન મુજબ મસ્જિદઓમાં વધુ માણસો એકઠા ના કરીને આજે પવિત્ર ઈદુલ ફિત્ર ની ઉજવણી કરી હતી અને એક મેકને ગળે ના મળીને માત્ર ફોન દ્રારા જ લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી અને સાદગી રીતે ઈદની ઉજવણી દાહોદના દાઉદી વ્હોરા સમાજે કરી હતી

Similar News