દાહોદ : કોરોના સામેની લડતમાં મુસ્લિમ બિરાદરોનો નવતર અભિગમ, મસ્જિદમાં માત્ર 5 લોકોએ અદા કરી જુમ્માની નમાઝ

Update: 2020-03-27 13:08 GMT

કોરોના સામેની લડતમાં સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે દાહોદ શહેરની તમામ મસ્જિદોમાં શુક્રવારે જુમ્માની નમાઝ પઢવા માટેની આઝાન તો થઈ પરંતુ મસ્જિદોમાં માત્ર પાંચ લોકોએ જ નમાજ અદા કરી હતી, જ્યારે બાકીના લોકોએ પોતાના ઘરોમાં જ નમાજ અદા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વાર્તાયો છે, ત્યારે ભારતભરમાં વાયરસ વધુ ન ફેલાય તે માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ માટે તંત્ર દ્રારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે દાહોદના મુસ્લિમ સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદ શહેરમાં કુલ 28 જેટલી મસ્જિદો આવેલી છે, ત્યારે મસ્જિદોમાં અઝાન થશે પરંતુ ઈમામ સહિત કુલ પાંચ લોકો જ નમાજ અદા કરશે. જેમાં બાકીના લોકો પોતાના ઘરેથી જ નમાજ અદા કરશે. મુસ્લિમ સ્મજા માટે શુક્રવાર એ ખાસ મહત્વનો દિવસ ગણાતો હોય છે અને તે દિવસે સૌથી વધુ ભીડ થતી હોય છે, ત્યારે દરેક મસ્જિદોમાં આ કટોકટીના સમયમાં ફક્ત પાંચ લોકોએ જ નમાજ અદા કરી હતી.

દુનિયામાં મુસ્લિમ સમાજ દિવસમાં પાંચ વખત નમાજ અદા કરે છે, ત્યારે નમાજ દરમ્યાન એક સાથે લોકો એકઠા થતાં હોય છે. આવા સંજોગોમાં સંક્રમણની શક્યાતાઓ નકારી શકાતી નથી. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને એસ.પી. હિતેશ જોયસર દ્વારા કરાયેલી અપીલને વધાવી લઈ મુસ્લિમ સમાજે મસ્જિદોમાં નમાજ નહીં પઢવાનો અમલ આજથી જ શરૂ કર્યો છે. દાહોદના તમામ મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં નમાઝ અદા કરવાની જગ્યાએ પોતપોતાના ઘરોમાં જ નમાઝ અદા કરી ખુદા પાકને દુઆ કરી હતી કે, આજના વર્તમાન સમયમાં જે કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે, ત્યારે ભારત દેશ અને દુનિયાના લોકોની સલામતી માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.

Similar News