દાહોદ : જુઓ Live રેસક્યુ, રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચઢતા સર્જાયો અફરાતફરીનો માહોલ

Update: 2020-05-23 13:40 GMT

દાહોદના રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસક્યુ કરી તેને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તેમજ ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં દીપડા, રીંછ સહિતના જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે, ત્યારે દાહોદ શહેરની અગ્રવાલ સોસાયટીમાં દીપડો આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં દીપડો મકાનની બહાર પાર્ક કરેલી એક કાર નીચે છુપાઈ જતાં સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

સમગ્ર મામલે વનવિભાગના એસીએફ સહિત એડવેન્ચર ટીમના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વનકર્મીઓ દીપડાના રેસક્યુની કાર્યવાહી હાથ ધરે તે પહેલા જ દીપડો ત્યાથી ભાગીને નજીકમાં આવેલ મંડાવાવ રોડ ઉપર એક ગેરેજમાં ઘૂસી ગયો હતો, ત્યારે રેસક્યું દરમ્યાન 2થી વધુ લોકો ઉપર દીપડાએ હુમલો કરી ફરી ત્યાથી ભાગી છૂટ્યો હતો. દીપડાના હુમલામાં ઇજા પામેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વનવિભાગ તેમજ એડવેંચરની ટીમ દ્વારા લગભગ 6 કલાકની ભારે જહેમત બાદ દીપડાને ટ્રન્ક્યુલાઇઝર ગનથી શુટ કરી બેભાન કરી પાંજરે પુરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News