ડાંગ : ધવલીદોડમાં વરસ્યા કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ

Update: 2021-02-18 11:42 GMT

ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. જોકે કમોસમી વરસાદના કારણે ડાંગી ખેડૂતોના ઉભા પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવારની વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ધવલીદોડમાં બપોરના સમયે અચાનક કમોસમી વરસાદના ઝાપટાં વરસ્યા હતા. ધવલીદોડ વિસ્તારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે કેટલીક જગ્યાએ કમોસમી માવઠાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ઊભા પાકને નુકશાન થવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

Tags:    

Similar News