દીલ્હી : રાજધાનીમાં ઇઝરાયેલ એમ્બેસીની બહાર બ્લાસ્ટ, પાંચ કારોના તુટયાં કાચ

Update: 2021-01-29 13:14 GMT

દેશની રાજધાનીમાં અતિ સુરક્ષિત વિસ્તારમાં આવેલી ઇઝરાયેલી એમ્બેસીની બહાર શુક્રવારે સમી સાંજે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ પાંચ જેટલી કારના કાચ તુટયાં હોવાનું જાણવા મળી રહયું છે. બનાવની જાણ થતાં દીલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ચુકી છે અને વધુ તપાસ હાથ ધરી છે.


દિલ્હી પોલીસે જણાવ્યું કે, 'ઇઝરાયેલની એમ્બેસીની પાસે એક લો ઈન્ટેસિટી બ્લાસ્ટ થયો છે. હાલ આ બ્લાસ્ટ કયા કારણસરથી થયો તેની ભાળ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ઘટનાસ્થળેથી કાચના કેટલાંક ટૂકડાઓ મળ્યા છે. આ બ્લાસ્ટ ઇઝરાયલના દુતાવાસથી 150 મીટરના અંતરે થયો છે. ભારત અને ઇઝરાયલના ડિપ્લોમેટિક રિલેશનશિપની આજે 29મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે ઇઝરાયલના દુતાવાસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આજના જ દિવસે 1992માં બંને દેશ વચ્ચે કૂટનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી. ઇઝરાયલના PM નેતન્યાહૂની સાથે વડાપ્રધાન મોદીની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી હતી. હાલ તો દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બ્લાસ્ટનું કારણ શોધવામાં લાગી છે. આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ઘટના બાદ અન્ય દેશોના દુતાવાસોની સુરક્ષા વધારી દેવાય છે.

Tags:    

Similar News