દેવભુમિ દ્વારકા : દ્વારકાધીશ ભગવાનને અર્પણ કરવામાં આવી હાટડી, ભકતોએ અનુભવી ધન્યતા

Update: 2020-11-15 08:14 GMT

ભગવાન દ્વારિકાનાથની નગરી દ્વારકામાં દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુને પરંપરાગત રીતે હાટડી અર્પણ કરવામાં આવી હતી. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ હાજર રહી દર્શનનો લ્હાવો લીધો હતો. 

કોરોના વાયરસની હતાશાને ખંખેરી લોકોએ મન મુકીને દિપાવલીના પર્વની ઉજવણી કરી હતી. દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને હાટડી ધરાવી હતી અને તેનો ભાવિકોએ દર્શન નો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. દિવાળી પર્વ નિમિતે પૂજારી તેમજ તેમના પરિવાર દ્વારા હાટડીનું આયોજન કરવામાં આવે છે. વર્ષમાં માત્ર દિવાળીના દિવસે ઉજવતાં હાટડી મહોત્સવનો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો. આ પાવન અવસરે મંદિરને પણ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. 

Tags:    

Similar News