અમદાવાદ: MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કુખ્યાત આરોપીની કરી ધરપકડ

અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Update: 2022-09-17 11:28 GMT

અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એસ.ઓ.જી. ને બાતમી મળી હતી કે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરા બ્રિજ નીચે એક શકસ પાસે એમડી ડ્રગ્સ છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે છાપો મારીને મોહમ્મદ આરીફ નામના આરોપીની ધરપકડ કરી હતી અને તલાશી લેતા તેની પાસેથી 51 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું છે.પોલીસના કહેવા મુજબ આરોપી એક વર્ષથી ગોમતીપુરના અખ્તર નવાજખાન પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો.પહેલા ફોન પર સંપર્ક કરીને ત્યારબાદ રેગ્યુલર કસ્ટમરને જ ડ્રગ્સ પહોંચાડતો હતો.જે ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયામાં ડ્રગ્સ આપતો હતો.પકડાયેલ આરોપી પર અગાઉ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ,આંગડિયા લૂંટ અને પ્રોબિહેશનના પણ ગુના નોંધાયેલા છે.

Tags:    

Similar News