નવરાત્રિ પહેલા પુજા ઘરમાંથી હટાવો આ સામાન, નહિતર માતા થઈ જશે ક્રોધિત પૂજાનું ફળ પણ નહીં મળે….

નવલી નવરાત્રીને હવે બસ ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે માં અંબાની પુજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

Update: 2023-10-14 08:35 GMT

નવલી નવરાત્રીને હવે બસ ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે માં અંબાની પુજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પૂજાનો લાભ પણ ઝડપથી મળે છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં જ્યાં પણ માતાજીનો ફોટોઅને મુર્તિ મૂકવામાં આવે છે તેની પૂજા થતી હોય છે. ત્યારે નવરાત્રિ પહેલા માતાજીની પૂજા પહેલા ઘરમાંથી અમુક વસ્તુઓ છે તેને આપણે દૂર કરવી ખૂબ જ આવશ્યક બને છે. કારક કે જો આ વસ્તુઓ તમારા પૂજા ઘરમાં રહેશે તો માતાજી ક્રોધિત થઈ જશે અને તમે જે પૂજા પાઠ કર્યા છે તેનું ફળ પણ તમને નહીં મળે. તો જાણો કઈ વસ્તુઓને ઘરમાથી કરશો દૂર.....

1. તૂટેલી, હિંસક કે ડબલ મૂર્તિઓને હટાવી લો.

વાસ્તુ પ્રમાણે ઘરમાં કોઈ પણ દેવતાની એકથી વધુ મુર્તિ, તૂટેલી મુર્તિ, હિંસક મુર્તિ, એકથી વધુ શંખ પણ શુભ માનવામાં આવતા નથી. આવી મૂર્તિઓ નવરાત્રિ પહેલા હટાવી દેવી જોઈએ.

2. મંદિર માંથી કાંતર કે તીક્ષ્ણ વસ્તુઓ હટાવી દો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કે અન્ય જગ્યા પર કતાર કે તીક્ષ્ણ વસ્તુઓ રાખવામા આવી હોય તો તેને હટાવી દેવી જોઈએ, આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા પેદા કરે છે.

3. પુજા ઘરમાંથી પૂર્વજોના ફોટા હટાવી દો.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પુજા ઘરમાં ક્યારેય પૂર્વજોના ફોટા ના લગાડવા જોઈએ, પુજા ઘરમાં આવી તસ્વીરો લગાવવી અશુભ ગણાઈ છે.

4. જૂની માળા, જૂના પુસ્તકો અને સૂકા ફૂલો પણ હટાવી દો.

મદિરમાં જૂની માળા, ખાલી પડેલી માચીસની પેટી, ફાટેલા પુસ્તકો, સૂકા ફૂલો વગેરેને નવરાત્રિ પહેલા હટાવી દેવા જોઈએ.

5. જૂના પગરખાં અને જૂના ચપ્પલ હટાવી દો

ઘરમાં જૂના પગરખાં કે જૂના ચપ્પલ જેનો આપણે ઉપયોગ નથી કરતાં તેને ઘરમાંથી કાઢવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા પેદા કરે છે.

6. જો ઘડિયાળ બંધ હોય તો તેને હટાવી દો

ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય તો તેને હટાવવી જોઈએ કારક કે બંધ ઘડિયાળ અશુભતાનું પ્રતિક છે. તે પરિવારની પ્રગતિને અવરોધે છે.

7. તૂટેલો કાચ પણ હટાવી દો

તૂટેલો કાચ કે તેનાથી બનેલી વસ્તુઓ થી નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. તેથી તેને દૂર કરવી જોઈએ.

8. તૂટેલા અથવા ફાટેલા વાસણો સહિત આ વસ્તુઓ હટાવો

નવરાત્રિ પહેલા ઘરમાં રહેલા તૂટેલા વાસણો હટાવવા જોઈએ, આ સિવાય અન્નપૂર્ણા માતા રસોડામાં વાસ કરે છે તેથી રસોડામાં બગડેલી વસ્તુ અથાણું, ટામેટાં સોસ, જૂની ચટણીના પેકેટ, ઈંડા-માસ જેવા ખોરાકને દૂર કરવા જોઈએ.

9. તૂટેલા ઈલેક્ટ્રોનિકના સાધનો હટાવી દો

ઘરમાંથી તૂટેલા ઈલેક્ટ્રોનિકના સાધનો હટાવી દેવા જોઈએ. આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. સુખ શાંતિ માટે પણ આ શુભ નથી ગણાતું આથી તેને હટાવવા જોઈએ.

Tags:    

Similar News