આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ

આ ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાને લાલ રંગના ફૂલ અને લાલ રંગની ચુનરી અર્પણ કરવી જોઈએ.

Update: 2022-02-02 06:47 GMT

આજથી માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાને લાલ રંગના ફૂલ અને લાલ રંગની ચુનરી અર્પણ કરવી જોઈએ. તેની સાથે મહિષાસુર મર્દાની સ્તોત્રનો પાઠ કરો. પંચાંગ ગણતરી મુજબ આજથી માઘ માસની ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્ષ 2022ની આ પહેલી ગુપ્ત નવરાત્રિ છે.

ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાના તાંત્રિક સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. પરંતુ ઘરના લોકો પણ આ દિવસોમાં સાત્વિક ભાવનાથી મા દુર્ગાની પૂજા કરીને આશીર્વાદ મેળવી શકે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન દુર્ગાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાને લાલ રંગના ફૂલ અને લાલ રંગની ચુનરી અર્પણ કરવી જોઈએ. તેની સાથે મહિષાસુર મર્દાની સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

Tags:    

Similar News