સાત ફેરા વગર હિન્દૂ લગ્ન અમાન્ય, સુપ્રિમ કોર્ટે કહ્યું લગ્ન એટલે માત્ર નાચવુ-ગાવુ નહીં

Update: 2024-05-02 04:45 GMT

સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે માત્ર પ્રમાણપત્ર જ પૂરતું નથી, પરંતુ લગ્ન સમારોહ અને રીતિ-રિવાજોનું પાલન પણ યોગ્ય રીતે થવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઇ લગ્નમાં આવાં આયોજનનો અભાવ હોય તો તે કપલને વૈવાહિક દરજ્જો આપી શકાય નહીં. એટલે કે હિન્દુ વિવાહ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે સમાજની સામે સંપૂર્ણ મંત્રોચ્ચારની વચ્ચે અગ્નિની સામે સાત પવિત્ર ફેરા લેવા જેવી પ્રથા નિભાવવામાં આવી હોય.

સુપ્રીમ કોર્ટે લગ્નને લઈને મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે "ગીત-નૃત્ય", "ખાવા-પીવાનું" આયોજન નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂરી વિધિઓ કરવામાં આવી ન હોય તો હિન્દુ લગ્ન રદબાતલ છે અને નોંધણી આવા લગ્નને માન્ય ગણી શકતી નથી. સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિન્દુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરી છે.

Tags:    

Similar News