બોટાદ : અખાત્રીજ નિમિત્તે કષ્ટભંજન દાદાના સિંહાસનને 200 મણ કેરીનો શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા...

કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Update: 2024-05-10 09:59 GMT

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અખાત્રીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 200 મણ ફળોના રાજા કેરીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

જેમાં ભવ્ય શણગાર દર્શન સહિત દાદાના સિંહાસનને કેરીઓ વડે શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ કષ્ટભંજનદેવના 200 મણ કેરીના અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Tags:    

Similar News