ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17700 આસપાસ ખુલ્યો

Update: 2023-04-11 04:16 GMT

ભારતીય શેરબજારમાં આજે તૈજી સાથે શરૂઆત થઈ છે. ગઈકાલે પણ બજારમાં તેજી જોવા મળી હતી જે આજે પણ આગળ વધી રહી છે.

સેન્સેક્સ 203.15 પોઈન્ટ અથવા 0.34% વધીને 60,049.66 પર હતો અને નિફ્ટી 62 પોઈન્ટ અથવા 0.35% વધીને 17,686 પર હતો. લગભગ 1382 શેર વધ્યા, 491 શેર ઘટ્યા અને 75 શેર યથાવત.

નિફ્ટીમાં કોટક મહિન્દ્રા બેંક, અદાણી એન્ટરપ્રાઇઝિસ, HDFC લાઇફ, અદાણી પોર્ટ્સ અને સન ફાર્મા સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે TCS, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને HDFC સૌથી વધુ ઘટ્યા હતા.

એશિયન બજારોની વાત કરીએ તો નિક્કી, કોસ્પી અને હેંગસેંગમાં પણ તેજી જોવા મળી રહી છે. આ સિવાય યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. ફુગાવાના ડેટા પહેલા યુએસ માર્કેટ સાવધ દેખાઈ રહ્યું છે.

Tags:    

Similar News