મહેસાણા: સુપ્રસિદ્ધ બહુચરાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

આજે પવિત્ર દિવસે ગુજરાતભર માંથી માઇભક્તો મોટી સંખ્યામાં બહુચરાજી ઉમટી દર્શનનો લાભ લીધો હતો

Update: 2021-09-20 13:43 GMT

શક્તિપીઠ અંબાજીની જેમ બહુચરાજીમાં પણ ભાદરવી પૂનમ ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. આજે પવિત્ર દિવસે ગુજરાતભર માંથી માઇભક્તો મોટી સંખ્યામાં બહુચરાજી ઉમટી દર્શનનો લાભ લીધો હતો

યાત્રાધામ બહુચરાજીમાં ચૌત્રી પૂનમ, આસો પૂનમ અને ભાદરવી પૂનમનું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલ છે. ગુજરાતભરમાંથી માઇ ભક્તો આ ત્રણ પૂનમના રોજ મોટી સંખ્યા પહોંચી માં બહુચરના દર્શનનો લાભ લે છે ત્યારે આજે ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી માતાજીના પાવનકારી દર્શનનો લાભ લીધો.બહુચરાજી મંદિર વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કોઈ તકલીફ ના પડે તે માટે ઉભી કરાઈ હતી. બહુચરાજીમાં બિરાજમાન માં ભગવતી બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરના દર્શનાર્થે ગુજરાતભર માંથી માઇ ભક્તો આવી દર્શનનો લાભ લીધો અને કોરોના મહામારી ને દૂર કરવા માતાજીને પ્રાર્થના પણ કરી

Tags:    

Similar News