નોરતાનાં ત્રીજા દિવસે કરો માઁ ચંદ્રઘંટાની આરાધના

નવરાત્રિના ત્રીજા દિવસે માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માઁ ચંદ્રઘંટા ભગવાન શિવના અર્ધ ચંદ્રને તેના માથા પર શણગારે છે.

Update: 2021-10-09 06:04 GMT

નવરાત્રિના ત્રીજા દિવસે માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માઁ ચંદ્રઘંટા ભગવાન શિવના અર્ધ ચંદ્રને તેના માથા પર શણગારે છે. તેમના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે. આ દેવીના દસ હાથ છે, જેમાં તે ખડગા અને અન્ય શસ્ત્રો ધરાવે છે. સિંહ પર સવાર આ દેવી રાક્ષસોનો નાશ કરે છે. અને ભક્તોને રક્ષણ આપે છે. જુલમી રાક્ષસો તેના ઘંટના ભયંકર અવાજથી કાંપતા રહે છે. માઁ ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી અલૌકિક શક્તિઓ મળે છે. તો ચાલો જાણીએ માઁ અંબાના ત્રીજા સ્વરૂપની પૂજા નું વિશેષ મહત્વ છે.

માઁ ચંદ્રઘંટાની પૂજા પદ્ધતિ :-

માતા ચંદ્રઘંટા નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે, નવરાત્રિ ત્રીજા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્નાન અને વગેરે કામ માંથી પરવારી ગયા બાદ માતાની મૂર્તિને લાકડાની ચોકી પર સ્થાપિત કરો. માઁ ચંદ્રઘંટાને ધૂપ, દીવો, રોલી, ચંદન, અક્ષત અર્પણ કરો. લાલ રંગના ફૂલો અને લાલ સફરજન માતાને અર્પણ કરવા જોઈએ. માઁ ચંદ્રઘંટાને દૂધની ખીર અર્પણ કરવી જોઈએ. આ પછી, માતા ચંદ્રઘંટાના મંત્રોનો જાપ દુર્ગા સપ્તશતીનો પાઠ કરીને કરવો જોઈએ. માતાની આરતી ગાવાથી પૂજા સમાપ્ત થાય છે. માતાની પૂજામાં ઘંટ વગાડો, આ કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ નકારાત્મક અને આસુરી શક્તિઓનો નાશ થાય છે.

મા ચંદ્રઘંટાના મંત્રો -

पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता।

प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥


સ્ત્રોત પાઠ :-

आपदुध्दारिणी त्वंहि आद्या शक्तिः शुभपराम्।

अणिमादि सिध्दिदात्री चंद्रघटा प्रणमाभ्यम्॥

चन्द्रमुखी इष्ट दात्री इष्टं मन्त्र स्वरूपणीम्।

धनदात्री, आनन्ददात्री चन्द्रघंटे प्रणमाभ्यहम्॥

Tags:    

Similar News