રાજકોટમાં શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં યોજાશે અષ્ટલક્ષ્મી યજ્ઞ, CM રૂપાણી રહેશે હાજર

Update: 2018-11-07 09:51 GMT

અષ્ટલક્ષ્મી યજ્ઞના પુણ્યથી આઠ પ્રકારના વૈભવ પ્રાપ્ત થાય છે

આપણી સંસ્કૃતિમાં યજ્ઞનું એક આગવું મહત્વ રહેલું છે. વર્ષો અને યુગોથી ઋષીમુનીઓ દ્વારા યજ્ઞ અને હવનમાં મંત્રોચ્ચાર સાથે આહુતી આપવામા આવે છે. દિવાળીના શુભ તહેવાર નિમિતે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે શ્રી શ્રી રવિશંકરજીની હાજરીમાં જે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામા આવશે. જેમા રાજ્યના મુખ્યપ્રઘાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. અષ્ટલક્ષ્મી યજ્ઞના પુણ્યથી આઠ પ્રકારના વૈભવ પ્રાપ્ત થાય છે.

આજરોજ યોજાનાર કાર્યક્રમ માટે આર્ટ આેફ લિવીગ સંસ્થા દ્વારા રાજકોટના રેસકોર્ષ મેદાનમાં 10 હજાર સ્કે.ફુટના વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેમજ મેદાન પર તૈયારીઆેને આખરી આેપ આપવામાં આવ્યુ છે. રેસકોર્ષ મેદાનમાં વિશાળ સ્ટેજ, આકર્ષક દ્વાર તેમજ અષ્ટલક્ષ્મી હવનમાં સંકલ્પ માટે યજમાનને બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે પૂજા, હવન તથા મહાસત્સંગમાં હાજરી આપવા બેંગ્લોરથી ખાસ તાલીમ મેળવેલા વેદના જાણકાર પંડિતોની ટીમ પણ આવી પહોંચી છે.

Similar News