શિક્ષણ: પેપર ફૂટતું રોકવા, બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીનું પેપર સીલ કરાશે

Update: 2020-02-04 06:28 GMT

માર્ચમાં શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષા પહેલા કોઈ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્કૂલોને સખત પગલાં લેવાની સૂચના અપાઈ છે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો તેના પ્રશ્નપત્રને તરત જ સીલ કરી દેવાશે, જેથી ગેરહાજર વિદ્યાર્થીનું પેપર ક્યાંય બહાર ન પહોંચી શકે.


પરીક્ષા પહેલાં કેન્દ્રોમાં સીસીટીવી યોગ્ય એંગલમાં હોવાનું સુનિશ્ચિત કરવા જણાવાયું
પરીક્ષા શરૂ થતાં પહેલાં રાજ્યના તમામ ડીઇઓ અને સ્કૂલ સંચાલકોની મીટિંગ યોજાઈ હતી, જેમાં પરીક્ષા પહેલાં કેન્દ્રોમાં સીસીટીવી યોગ્ય એંગલમાં હોવાનું સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. આ વર્ષે બોર્ડે એપ્લિકેશન પર પેપરનું સીલ ખોલતો ફોટો અપલોડ કરવા જણાવ્યું છે. હવે પરીક્ષા ખંડમાં દરેક વિદ્યાર્થીને પ્રશ્નપેપર અપાયા બાદ ગેરહાજર વિદ્યાર્થીના પ્રશ્નપેપરને ખુલ્લું નહીં મુકાય. સુપરવાઇઝરે તુરંત જ ગેરહાજર વિદ્યાર્થીના પેપર સીલ બંધ કરવા પડશે. પેપર શરૂ થયાની 30 મિનિટમાં વિદ્યાર્થી આવશે તો તેને સીલ બંધ કવરમાંથી પ્રશ્નપત્ર કાઢીને આપવામાં આવશે.

Tags:    

Similar News