ભરૂચ : ધો-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં “કહી ખુશી, કહી ગમ”નો માહોલ...

ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ 80.09 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.11 ટકા પરિણામ જાહેર કરાયુ હતું.

Update: 2024-05-09 09:01 GMT

ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ 80.09 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.11 ટકા પરિણામ જાહેર કરાયુ હતું. આ પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું હતું. જેમાં સામાન્ય પ્રવાહનું પ્રથમવાર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. ભરૂચ જીલ્લામાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.

ભરૂચ જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહમાં 3,044માંથી 13 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 7,411 જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 51 વિદ્યાર્થીઓએ જિલ્લામાં A-1 ગ્રેડ મેળવ્યો છે. સામન્ય પ્રવાહના પરિણામમાં નેત્રંગ-થવા કેન્દ્રનું સૌથી વધુ 98.84% અને સૌથી ઓછું ઝાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું 89.63% પરિણામ આવ્યું છે. આ સાથે જ સમગ્ર ભરૂચ જિલ્લાનું 91.93% પરિણામ સામે આવ્યું છે. તો બીજી તરફ, સારા માર્ક્સ અને ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને પરિવારના સભ્યો સહિત શાળા પરિવારે અભિનંદન આપ્યા હતા.

આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપી હતી, અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી.

Tags:    

Similar News