ધોરણ 12નું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ

Update: 2024-05-09 04:05 GMT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે.

12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું, અત્યાર સુધીની સૌથી વધુ પરિણામ છે.

સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા

સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું 84.81 ટકા

1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ

19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ

12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું

સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા

સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા

A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034

A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા

B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા

વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા

વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા

Tags:    

Similar News