વારંવાર મળતી ધમકીઓ બાદ સલમાને ખરીદી નવી બુલેટપ્રૂફ એસયુવી કાર

સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી છે. આ સિવાય પણ તેને તાજેતરમાં જોધપુરના યુવક તરફથી ધમકીના ઈમેઈલ મળ્યા છે.

Update: 2023-04-08 08:24 GMT

છેલ્લા કેટલાય સમયથી ધમકીભર્યા ઈમેઈલ્સ મેળવી રહેલા એક્ટર સલમાન ખાને બુલેટ પ્રૂફ એસયુવી ઈમ્પોર્ટ કરી છે. આ કાર હજુ ભારતમાં લોન્ચ થઈ નથી. યુએઈ માર્કેટમાં હાલ આ કારની કિંમત ભારતીય ચલણ અનુસાર ૪૫થી ૫૦ લાખ રુપિયાની મનાય છે. સલમાન પાસે અગાઉ લેન્ડર ક્રૂઝર એલસી૨૦૦ કાર હતી. તે પણ બુલેટપ્રૂફ જ હતી. હવે તેણે ખરીદી છે એ નિસાન પેટ્રોલ વિશ્વની સૌથી મોંઘી કારમાંની એક ગણાય છે. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરની ઈવેન્ટમાં સલમાન આ નવી કાર લઈને આવ્યો હતો.

આ કાર વિશ્વની સૌથી મોંઘી કાર હોવા ઉપરાંત સૌથી સલામત કાર પણ ગણાય છે. મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયાની કેટલીય સેલિબ્રિટીઓ આ કાર ધરાવે છે. જોકે, ભારતમાં તે હજુ લોન્ચ થઈ નથી. સલમાને પોતાના માટે તે ખાસ આયાત કરાવી છે. તે બીસિક્સ અથવા તો બી ક્વન લેવલનું બુલેટપ્રૂફ કવચ ધરાવતી હોવાનું મનાય છે. બીસિક્સ લેવલના કવચમાં ૪૧મીમી જાડાઈ ધરાવતા કાચનું આવરણ હોય છે. તે રાઈફલના શોટ્સને પણ ખાળી શકે છે. બીજી તરફ બીસેવન લેવલમાં ૭૮મીમીનું આવરણ હોય છે. સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી છે. આ સિવાય પણ તેને તાજેતરમાં જોધપુરના યુવક તરફથી ધમકીના ઈમેઈલ મળ્યા છે. વારંવાર ધમકીઓ બાદ મુંબઈ પોલીસે સલમાનની સુરક્ષા વધારી છે. આ ઉપરાંત તેને અનિવાર્ય કારણોસર જાહેરમાં દેખા નહિ દેવા પણ જણાવ્યું છે.

Tags:    

Similar News