શું કેટરિના કૈફ પ્રેગ્નન્ટ છે? દુપટ્ટાથી છુપાયેલો બેબી બમ્પ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ..!

કેટરીના કૈફ અને વિકી કૌશલનાં લગ્નને આશરે દોઢ વર્ષ થયું છે અને અત્યાર સુધીમાં કેટરીના પ્રેગનન્ટ હોવાની અટકળો એકથી વધુ વખત ચર્ચાઈ ચુકી છે.

Update: 2023-04-24 06:57 GMT

કેટરીના કૈફ અને વિકી કૌશલનાં લગ્નને આશરે દોઢ વર્ષ થયું છે અને અત્યાર સુધીમાં કેટરીના પ્રેગનન્ટ હોવાની અટકળો એકથી વધુ વખત ચર્ચાઈ ચુકી છે. હવે ફરી એક લેટેસ્ટ વીડિયોના આધારે તે પ્રેગનન્ટ હોવાનું અનુમાન વ્ય્ક્ત થઈ રહ્યું છે. સલમાન ખાનની બહેન અર્પિતાએ ઈદ પાર્ટી યોજી હતી. તેમાં બોલીવૂડના ઘણાખરા ટોપના કલાકારો સલમાનને સારું લગાડવા માટે હાજર રહ્યા હતા. તેમાં કેટરિના કૈફ પણ જોવા મળી હતી.

આ પાર્ટીના વાયરલ વીડિયો અનુસાર કેટરિના યોગ્ય ફિટિંગને બદલે ઓવરસાઈઝ ડ્રેસ પહેરીને આવી હતી. તેણે હાઈ હિલનાં પગરખાં પહેરવાનું પણ ટાળ્યું હતું. તે પોતાની જાતને બહુ જ સંભાળતી જોવા મળી હતી એટલું જ નહિ તે વારંવાર બેબી બમ્બ ઢાંકવાનો પ્રયાસ કરતી હોય તે રીતે પોતાના પેટને ઢાંકી રહી હતી. તેના ચહેરા પરનો ગ્લો પણ જુદો જ જોવા મળતો હતો. ઘણા સમયથી તે જીમમાં જતી હોય તેવા વીડિયો પણ જોવા મળ્યા નથી. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનાં ઉદ્ધઘાટનમાં આખું બોલીવૂડ ઉમટયું હતું ત્યારે પણ કેટરિનાની ગેરહાજરીની બધાએ નોંધ લીધી હતી.

Tags:    

Similar News