શાહરુખ, કંગનાથી લઇને રણબીરનો જલવો, જુલાઇથી ડિસેમ્બર સુધી આ 5 જબરજસ્ત ફિલ્મો થશે રિલીઝ

Update: 2023-07-07 10:26 GMT

બોલિવૂડ સ્ટાર્સના ફેન્સ અનેક ધમાકેદાર મુવી રિલીઝ ક્યારે થાય એની રાહ જોઇને બેઠા હોય છે. શાહરુખ ખાનની મોસ્ટ અવેઇટેડ જવાન ફિલ્મનું એક્સાઇટમેન્ટ લોકોમાં ખૂબ જોવા મળી રહ્યું છે. જો કે આ લિસ્ટમાં બીજી ફિલ્મ પણ છે.

પઠાનની અપાર સફળતા પછી કિંગ ખાનના ફેન્સ માટે એક ખુશીના સમાચાર છે. કિંગ ખાન એની આગામી ફિલ્મ જવાનમાં જોવા મળશે. જો કે હવે લોકોની નજર આ મુવી પર ટકી ગઇ છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની લોકો રાહ જોઇને બેઠા છે. શાહરુખ પણ આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહમાં છે. આમ, તમને જણાવી દઇએ કે આ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનની ફિલ્મ રિલીઝ પહેલાં છવાઇ ગઇ છે. જો કે છેલ્લા ઘણા સમયથી બોક્સ પર એની ફિલ્મ સતત ફ્લોપ સાબિત થઇ રહી છે. એવામાં મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઇગર 3થી લોકોને ઘણી આશા છે. જો કે આ ફિલ્મ ફ્લોપ જશે કે હિટ એ તો સમય આવતા જ જાણ થશે. આ સાથે સલમાનના ફેન્સ પણ સિનેમાઘરોમાં કેટરીના અને સલમાનની જોડી જોવા માટે તલપાપડ થઇ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 10 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

કંગના રનૌત કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કંગના રનૌત જલદી એના ડાયરેક્શનમાં બનેલી બીજી ફિલ્મ દર્શકો માટે લઇને આવી રહી છે. ફિલ્મનું નામ ઇમરજન્સી છે. આ ફિલ્મની રાહ ફેન્સ આતુરતાથી જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં કંગના, ભારતના પૂર્વ પ્રધાનમંત્રીના ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ 2 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

Tags:    

Similar News