ઘણા વિવાદો બાદ રીલીઝ થનારી ફિલ્મ Leoએ બોક્સ ઓફિસ પર કરી શાનદાર કમાણી, પહેલા જ દિવસે તોડ્યો ‘જવાન’ ફિલ્મનો રેકોર્ડ...

ઘણા વિવાદો બાદ સાઉથ સુપરસ્ટાર થલપથી વિજયની ફિલ્મ Leo આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે.

Update: 2023-10-19 11:14 GMT

ઘણા વિવાદો બાદ સાઉથ સુપરસ્ટાર થલપથી વિજયની ફિલ્મ Leo આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. વિજયના ચાહકો તેની ફિલ્મ જોઈને દિવાના થઈ ગયા છે. Leo ઓનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર રહેવાનું છે. બોક્સ ઓફિસના શરૂઆતી ટ્રેન્ડ બહાર આવ્યા છે. ફિલ્મ Leo ભારતમાં પહેલા દિવસે 68 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ તમામ ભાષાઓમાં ભારતમાં લગભગ 80 કરોડનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર લિયો પ્રથમ દિવસે તમિલનાડુમાં લગભગ 32 કરોડ, કેરળમાં લગભગ 12.50 અને કર્ણાટકમાં આ ફિલ્મ લગભગ 14.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. લિયોના ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ લગભગ 65 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. લીઓ ફિલ્મ વિશ્વભરમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. વિજયની આ ફિલ્મ પહેલા દિવસની કમાણીમાં શાહરૂખ ખાનના જવાનનો રેકોર્ડ તોડી શકે છે. જવાને પહેલા દિવસે વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રારંભિક આંકડાઓ અનુસાર, Leo વિશ્વભરમાં 145 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.                        

Tags:    

Similar News